Home> India
Advertisement
Prev
Next

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41 હજારથી વધુ નવા કેસ...જાણો લેટેસ્ટ સ્થિતિ

છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે કોરોના સંક્રમણને લઈને શુક્રવારે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા કે કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરાવવામાં આવે. ઠંડીની ઋતુમાં અનેક રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે.

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41 હજારથી વધુ નવા કેસ...જાણો લેટેસ્ટ સ્થિતિ

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોના (Corona Virus)ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે કોરોના સંક્રમણને લઈને શુક્રવારે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા કે કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરાવવામાં આવે. ઠંડીની ઋતુમાં અનેક રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. આવામાં અનેક રાજ્ય સરકારો ફરીથી એકવાર કરફ્યૂ અને રાત્રિ લોકડાઉનનો સહારો લઈ રહ્યા છે. આ બધા વચ્ચે આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના  41,322 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 93,51,110 પર પહોંચી ગઈ છે. 

fallbacks

દેશમાં કોરોનાના વધતા કેસ પર સુપ્રીમ કોર્ટ ચિંતિત, કહ્યું- સખત રીતે થાય નિયમોનું પાલન

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ હાલ દેશમાં કોરોનાના 4,54,940 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 87,59,969 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 485 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,36,200 પર પહોંચી ગયો છે. 

હાલ કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. મહારાષ્ટ્ર દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન 31 ડિસેમ્બર 2020ની મધરાત સુધી આગળ વધાર્યું છે. શુક્રવારે આપેલી આ જાણકારી મુજબ રાજ્યમાં 'મિશન બિગિન અગેન'ના દિશાનિર્દેશને 31 ડિસેમ્બર સુધી આગળ વધારાયા છે. મહારાષ્ટ્ર સરકારે 30 સપ્ટેમ્બ અને 14 ઓક્ટોબરના રોજ 'મિશન બિગિન અગેન'ની નવી ગાઈડલાઈન બહાર પાડી હતી જેમાં કન્ટેઈન્મેન્ટ ઝોન બહારની દુકાનોને સવારે 9થી રાતે 9 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ અપાઈ હતી. 

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં 5 નવેમ્બરના રોજ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને નિયમોમાં થોડી છૂટ પણ આપવામાં આવી હતી. જો કે કન્ટેઈન્મેન્ટ ઝોન્સમાં કોઈ પણ પ્રકારની છૂટ અપાઈ નહતી. મિશન બિગિન અગેન હેઠળ સિનેમા હોલ, યોગ સંસ્થાનો, મલ્ટીપ્લેક્સ અને થિયેટરોને ખોલવાની મંજૂરી અપાઈ હતી. 

શુક્રવારે મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 6185 કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 18,08,550 થઈ ગઈ છે. શુક્રવારે કોરોનાથી રાજ્યમાં 85 લોકોના જીવ ગયા. કુલ મૃત્યુઆંક 46,898 થયો છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More